શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળા ના બાળકો દ્વારા અમદાવાદની સ્કુલના વિદ્યાર્થી સાથે બનેલ દુઃખદ ઘટનામાં મુત્યુ પામેલા વિદ્યાર્થી ને શ્રધ્ધાંજલિ અર્પણ.

તારીખ ૨૩/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળા ના બાળકો દ્વારા અમદાવાદની સેવન્થ ડે સ્કુલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ની થયેલ કરપીણ હત્યા ને કાલોલ શ્રી ભગિની સેવા મંડળ સખત શબ્દોમાં વખોડી કાઢી અને હત્યા પામનાર દિકરાના પરિવાર ને ન્યાય મળે અને હત્યારાને અને સાથે સંડોવાયેલાને કડકમાં કડક સજા કરવી જોઈએ આ દિકરાને શાળા પરિવાર અને બાળકો એ મૌન પાડી પ્રભુ આ દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે શ્રધ્ધાંજલિ અપૅણ કરી હતી જ્યાં પરિવાર પર આવી પડેલ આ દુઃખ ઘટના અત્યંત દુઃખદ છે પ્રભુ તેમના આત્માને શાશ્વત શાંતિ આપે પરિવાર ને આ આધાતમાથી બહાર આવવાની અને આ દુઃખદ ઘટના ને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.આ વાત નોંધવા જેવી છે કે સેવન્થ ડે સ્કૂલ ના જે વિધાર્થી સાથે દુઃખદ ઘટનાનો બનાવ બન્યો તેમાં તે વિધાર્થી મૃત્યુ પામ્યો તેના સમાજ માં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે શિક્ષણ આપતી શાળાઓમાં શાળાના પ્રિન્સિપલો,આચાર્યો,શિક્ષકો એ દરેક વિધાર્થીઓને, વાલીઓની સાથે સ્કૂલોમાં આવી ઘટનાનું ભવિષ્યમાં પુનરાવર્તન ના થાય તેવા પ્રયત્નો કરી સમજાવટ સાથે ચર્ચાઓ કરી પ્રયાસો કરવામાં આવે તો સમાજ ને સાચી દિશા મળે.અને ભવિષ્યમાં આવી ઘટના બનતી અટકશે.







