કાલોલ ના વેજલપુર ગામની દીકરી સોની વેદાંશીએ સમર રીડીંગ ચેલેંજમાં ભાગ લઈ અમેરિકાના મેયર જેક રીટર ના હસ્તે એવૉર્ડ

તારીખ ૨૫/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જીલ્લા વેજલપુર ગામના વતની મહેન્દ્ર કંચનલાલ સૉની ના ભત્રીજા ની પુત્રી વેદાંશી ઉજ્જવલ કુમાર સોની ૯ વર્ષ ની છે જે વડોદરા થી પુના થી હાલ અમેરિકા ના પેન્સિલવેનીયા સ્ટેટ ના મેકેનિક્સબર્ગ શહેર માં અભ્યાસ કરે છે, ચાલુ વર્ષે સમર લર્નિંગ પ્રોગ્રામ હેઠળ સમર રીડીંગ ચેલેંજ ૨૦૨૫ માં ૪૦૦ સ્પર્ધકો વચ્ચે ૩૦૦૦ મિનિટ નું રીડીંગ પૂર્ણ કરીને પ્રથમ ત્રણ માંથી સેકન્ડ રનર અપ નું સ્થાન પ્રાપ્ત કરી ને ગુજરાત નું ગૌરવ તેમજ વેજલપુર ના કંચનલાલ મોહનલાલ સૉની પરિવાર અને વેજલપુર ગામનું ગૌરવ વધાર્યું આ અસાધારણ સિધ્ધી પ્રાપ્ત કરવા બદલ મેકેનિક્સબર્ગ શહેર ના મેયર જેક રીટર ના હસ્તે મેયર એવૉર્ડ થી વેદાંશી ઉજ્જવલ કુમાર સોની ને જોસેફ ટી સેમ્પસન પબ્લિક લાયબ્રેરી ના કોન્ફરન્સ હૉલમાં યોજાયેલ સમારંભ માં આપવામાં આવ્યો.જેમાં સર્ટિફિકેટ તથા ગીફ્ટ વાઉચરો તેમજ પુસ્તક આપવામાં આવ્યું હતું મેયર જેક રીટર એક તબક્કે વેદાંશી સોની ઉપર એટલા ખુશ થઇ ગયા હતા કે તેમણે પોતાના માથા ઉપર થી લોન્ગહેટ ઉતારી ને વેદાંશી સોની ના માથા ઉપર મુકી હતી આમ વેદાંશી સોની નવ વર્ષ ની દીકરી એ સમર રીડીંગ ચેલેંજ માં ૪૦૦ સ્પર્ધકો વચ્ચે ૩૦૦૦ મિનિટ નું રીડીંગ પૂર્ણ કરીને પ્રથમ ત્રણ માંથી સેકન્ડ રનર અપ નું સ્થાન પ્રાપ્ત કરી વિદેશ માં ગુજરાત નું ગૌરવ તેમજ પરિવાર તેમજ વેજલપુર ગામનું ગૌરવ વધાર્યું છે જે બદલ વેજલપુર ના કંચનલાલ મોહનલાલ સૉની પરિવાર માં અનોખી ખુશી જોવા મળી હતી વેજલપુર ના કંચનલાલ મોહનલાલ સૉની પરિવાર દ્વારા તેઓના પરિવાર ની દીકરી વેદાંશી ઉજ્જવલ કુમાર સોની વિદેશમાં અતિઉત્તમ પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપી અનોખી ખુશી વ્યક્ત કરી હતી.





