કાલોલ નગરના યમરાજ બનેલા બોરું ટર્નીગ હાઈવે રોડ બાબતે સાંસદ અને જાગૃત નાગરીકો દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત.

તારીખ ૨૭/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાંથી પસાર થતા વડોદરા શામળાજી ટોલ રોડ પર બોરું ટર્નિંગ કે જે અકસ્માત ઝોન બની ગયો છે આ જગ્યાએ છાસવારે કોઈક માનવ જીવન ગુમાવે છે.બે દિવસ પહેલા એક નિર્દોષ રાહદારી ને વાહન ચાલકે અડફેટે લેતા મોત થયું છે.આ જગ્યાએ તાત્કાલિક અસરથી રોડ ક્રોસિંગ અથવા સર્કલ કરી અપાવવા તેમજ રોડ પરના દબાણો દૂર કરવા બાબતને લઈને પંચમહાલ ના સાંસદ રાજપાલસિંહ જાદવના નેતૃત્વમાં કાલોલના જાગૃત જનતા દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી. સાંસદ અને કલેકટરે ખૂબ જ સંવેદનશીલતા સાથે રજૂઆતને ધ્યાને લઈને ખૂબ જ ઝડપથી આ સમસ્યાનું સમાધાન કરવાની બાંહેધરી આપવામાં આવેલ છે.
બોરું ટર્નિંગ પાસે હાઇવે ક્રોસ કરીને બોરું રોડ પર આવેલ આશરે ૨૦ જેટલી સોસાયટીના નાગરિકો તેમજ અસંખ્ય દુકાનના દુકાનદારો, ગ્રાહકો તેમજ બોરું રોડથી કાલોલ તરફ જનાર બોરું, બાકરોલ, ભાદરોલી, જંત્રાલ, સમા, પલાસા જેવા બીજા સાવલી તરફના અસંખ્ય ગામ તેમજ ડાકોર તરફથી આવતા પાવાગઢ તરફ જતા તમામ શ્રદ્ધાળુઓ આ તમામ પબ્લિકને આ રોડ ક્રોસિંગ કરતા રોંગ સાઈડ પર જઈને હાઇવે પર જવું પડતાં મુશ્કેલી સર્જાય છે તથા આવી મુશ્કેલી સમયે કેટલાય લોકો તેમજ નાના બાળકોના ભોગ લેવાયેલ છે સપ્તાહમાં જો એકાદ રાહદારીનું મૃત્યુના નીપજ્યું હોય એવું કહીએ તો પણ ઓછું નથી સાથે સાથે બોરું ટર્નિંગ થી બોરું તરફ જતા રોડ પર આ જ ટર્નિંગ પાસે ઘણા દુકાનદારો દ્વારા તેમજ લારીઓ દ્વારા એટલા બધા દબાણ કરી રસ્તા પર ટ્રાંફિકની સમસ્યા વધુ મોટી ઉભી કરેલ છે. ટુ વ્હિલર તેમજ મોટા-મોટા ફોર વ્હિલરના વાહનોના ગેરેજ આવેલા છે જેના લીધે વાહનો રોડની નજીકમાં જ પાર્કિંગ કરતા આવ-જા કરતા રાહદારીઓને અનેકવાર અકસ્માતનો ભોગ બનવું પડે છે. રાત્રિના સમયે આ રોડ પર લાઈટની સમસ્યાને લઈને એકલ દોકલ રીતે રસ્તો દબાણવાળો હોવાથી સ્ત્રી જાતથી નીકળી શકાતું નથી. બીજું કે બોરું ટર્નિંગ પાસે કાલોલ નગરનું એક માત્ર બળિયાદેવનું મંદિર આવેલ હોવાથી સમગ્ર નગર તેમજ ગામડા ની જનતા રવિ તેમજ મંગળવારના રોજ આ મંદિરે દર્શનાર્થે આવતા ભીડના લીધે પણ અને હાઈ-વે ક્રોસિંગના લીધે અકસ્માત ઉદ્દભવે છે તો આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું અને ઉપરોક્ત વિષયે વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી હાઈ-વે પર એક સુવ્યવસ્થિત ક્રોસિંગ અથવા સર્કલ બનાવી અપાવવા તેમજ બોરું તરફના રોડને દ્વિમાર્ગીય રોડ કરી આપવામાં આવે તો અકસ્માતો નિવારી શકાશે આ આ બાબતે તાત્કાલિક અસરથી ઘટતું કરવા રજૂઆત કરવામાં આવી હતી





