GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે કણેટીયા ગામેથી નાકાબંધી દરમ્યાન બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂનો ત્રણ લાખ ઉપરાંતનો જથ્થો ઝડપી પાડયો.

 

તારીખ ૨૮/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જીલ્લામાં અસામાજિક પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ તપાસ રાખી જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તથા આવા ઇસમો વિરૂધ્ધ કેસો કરવા સુચના આપેલ હોય જે આધારે પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ થાય તે માટે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે આધારે કાલોલ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફ નાં માણસો સાથે ગણેશચતુર્થીનાં તહેવાર અનુસંધાને પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન નાઇબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ નાઓને ચોકકસ બાતમી હકિકત મળેલ કે,”એક સફેદ કલરનાં ટાટા કંપની નાં પીક અપ ફોર વ્હીલ ગાડી નંબર જીજે -૧૭-UU-૩૮૩૪ માં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી લઈને ડેરોલગામ તરફથી સણસોલી તરફ જનાર છે તેવી બાતમી આધારે કાલોલ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઈન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ઉપરોકત જગ્યાએ નાકાબંધી કરતા આરોપીઓ વિષ્ણુભાઈ અરવિંદભાઈ રાઠોડ,કૌશિકકુમાર ઉર્ફે ગોડો છગનભાઈ સોલંકી અને અરવિંદભાઈ ઉર્ફે પપ્પુ મોહનભાઈ સોલંકી સાથે ભારતીય બનાવટની માઉન્ટ’સ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ મીલીના કુલ ટીન બીયર નંગ-૧૬૮૦/-ની કુલ કિ.રૂ.૩,૦૨,૪૦૦ /- નો પ્રોહી મુદામાલ અને ટાટા કંપની ની પીક અપ ફોર વ્હીલ ગાડીની કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- કુલ કિ રૂ. ૬,૦૨,૪૦૦ /- નો મુદામાલ ઉપરોકત મુજબનો પ્રોહિ. મુદ્દામાલ પકડી પાડી કાલોલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી.એકટ કલમો મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Back to top button
error: Content is protected !!