ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે મેજર ધ્યાનચંદની જન્મજયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે મેજર ધ્યાનચંદની જન્મજયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે જે.બી.શાહ કેમ્પસના હોકી ગ્રાઉન્ડ ખાતે મેજર ધ્યાનચંદની જન્મજયંતીની નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિકની વિશેષ ઉપસ્થિતિ આપી હતી.આ પ્રસંગે રમતગમતના ક્ષેત્રે મેજર ધ્યાનચંદના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું. તેમની પ્રેરણાદાયી કારકિર્દી અને હોકીની રમતમાં ભારતને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવનાર તેમના પ્રયાસોની સરાહના કરવામાં આવી. કાર્યક્રમમાં રમતવીરો, કોચ, વિદ્યાર્થીઓ અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓએ ભાગ લીધો હતો.

જિલ્લા કલેક્ટર એ આ પ્રસંગે રમતગમતના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે, રમતગમત યુવાનોમાં શિસ્ત, સમર્પણ અને ટીમવર્કની ભાવનાને પ્રોત્સાહન આપે છે. તેમણે યુવા રમતવીરોને મેજર ધ્યાનચંદના જીવનમાંથી પ્રેરણા લઈ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કર્યા.આ કાર્યક્રમમાં વિવિધ રમત-સ્પર્ધાઓ, અને રમતગમતને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોકીની રમતને પ્રોત્સાહન આપવા અને યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધારવા માટે વિવિધ પહેલોની પણ ચર્ચા કરવામાં આવી.આ કાર્યક્રમ રમતગમતના ક્ષેત્રે નવી ઊર્જા અને ઉત્સાહનું સંચાર કરનારો બન્યો.

 

Back to top button
error: Content is protected !!