GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

પતિ ના લગ્નેતર સબંધ થી હેરાન થતા પરણીતા ની મદદે અભયમ પાદરા ટીમે કાઉન્સિલગ કરી પતિ પત્ની ના સુમેળ ભર્યા સંબંધ રાખવા સંમત કર્યાં.

 

તારીખ ૩૦/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ વર્ષ ના લગ્ન જીવન બાદ પતિ ના અન્ય સ્ત્રી સાથે ના સબંધો ને કારણે શારીરીક, માનસિક યાતના ભોગવતા પરણીતા એ મદદ માટે 181 મહિલા હેલ્પ લાઇન માં કોલ કર્યો હતો. અભયમ ટીમ પાદરા દ્વારા પતિ નું અસરકારક કાઉન્સિલગ કરી પતિ પત્ની ના સુમેળ ભર્યા સંબંધ રાખવા સંમત કર્યાં હતા.મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી પરિણીતા નો 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ આવેલ કે ત્રણ વર્ષના લગ્ન જીવન દરમિયાન મારા પતિ મને છૂટાછેડા આપવાની ધમકી આપે છે અને પિયરમાં જતી રહે કહે છે જેથી પરિણીત મહિલા એ તાત્કાલિક 181 અભયમ ની મદદ માગી અભયમ ટીમ પાદરા નતાત્કાલિક સ્થળ પર પહોંચી પરણિતા ની આપવીતી સાંભળતા જણાવેલ કે સંતાન ના હોવાથીં મારા પતિ મારી સાથે રહેતાં નથી સાસરીમાં મારી સાસુ જોડે રહું છું અને મારો પતિ મને પત્ની તરીકે અપનાવતો નહીં મારા હાથનું ખાવાનું નહીં જમતો કપડા ધોવુ તે નહીં પહેરતા તેમજ પત્ની તરીકે કોઈ હક નથી અભયમ દ્વારા પતિ નું કાઉન્સિલીંગ કરી જણાવેલ કે અન્ય સ્ત્રી સાથે સબંધ રાખી પત્ની ને ત્રાસ આપવો એ સામાજિક અને કાનુની અપરાધ છે પત્ની સાથે સુમેળ ભર્યા સબંધ રાખવાં સમજવ્યા હતા પતિ ને પોતાની ભુલ સમજાઈ હતી અને હવે પત્ની સાથે રહિશ જેની ખાત્રી આપી હતી. પોતાને મળેલ મદદ બદલ પરણિતા એ અભ યમ નો આભાર. માન્યો હતો.

Back to top button
error: Content is protected !!