GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર સંતરામપુર સહિત કડાણા તાલુકામાં મા પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો

સંતરામપુર મા પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો.

અમીન કોઠારી મહીસાગર

 

અસહ્ય ગરમી બફારો અને ઉકળાટ ની વચ્ચે બપોરના સમયે કાલા ડિબાંગ ઘનઘોર વાદળોની વચ્ચે સંતરામપુર સહિત સમગ્ર તાલુકા મા પવન સાથે સતત બે કલાક વરસાદ વરસ્યો જેના કારણે નગરના તમામ રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા ચારેકોર પાણી-પાણી જોવા મળતું હતું જાણે કે બે કલાક માટે લોકોની અવરજવર અને વાહન વ્યવહાર બંધ રહ્યો હતો.

 

એક સાથે અનાધાર વર્ષી રહેલા વરસાદને પગલે સંતરામપુર નગર શહીત સમગ્ર તાલુકાની જનતા માં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. ઘણા લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા નગરજનો તેમજ ધરતીપુત્રોમાં ખુશાલી વાપી જવા પામેલ છે.

સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર આશરે ૩ થી ૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તેનાથી ગરમી બફારાથી લોકોને રાહત મળી છે તેમજ ખેતરોમાં પણ પાણી ભરાતા ધરતી પુત્રો ખુશાલ થવા પામ્યા છે.

Back to top button
error: Content is protected !!