
વિજાપુર ગોવિંદપુરા ઉત્કંઠેશ્વર મહાદેવ ના મંદિર ઉપર વીજળી પડતા લોકો મંદિરે દોડી આવ્યા 

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગોવિંદપુરા ઉત્કંઠેશ્વર મહાદેવ ના મંદિરે ગત મોડી રાત્રે ગાજવીજ સાથે પડેલા વરસાદ માં વીજળી મંદિર ના બનાવેલ શિખર ઉપર વીજળી પડતા મંદિર ના શિખર ઉપર તિરાડો પડી જવા પામી હતી. તેમજ મંદિર ના કળશ સહિત શિવલિંગ નુકશાન થયું હતું તો કેટલાક ઘરો માં ઉપકરણો ને પણ નુકશાન થવા પામ્યું હતુ. જોકે મંદિર ની સ્થાપના વખતે મંદિર ના શિખરે વીજળી અર્થીંગ નાખવામાં આવ્યો હતો. જેથી રાત્રીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદ માં પડેલી વીજળી મંદિર ના શિખરે આપવા મા આવેલ આર્થીંગે ખેચી લીધી હતી. જેમાં મંદિર ના ઉપકરણો તેમજ શિવલિંગ ને ઘણું નુકશાન થયું હતું. તો કેટલાક ઘરોમા પણ ઉપકરણોને નુકશાન થવા પામ્યું હતું. રાત્રીના પડેલી વીજળી પગલે સવારે ગ્રામજનો મંદિરે પોહચ્યાં હતા અને ગામ આવેલી કુદરતી આફત ને મહાદેવે ટાળી હોવાની આસ્થા શ્રદ્ધાળુ ઓમાં પ્રબળ બની હતી. ગ્રામજનો મંદિરે પોહચી મંદિર ને થયેલા કેટલીક જગ્યાએ થયેલ નુકશાન અને નવા શિવલિંગ માટે ની કામગીરી ગ્રામજનો દ્વારા ઉઠાવી લીધી હતી.




