GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં વરસાદની ધમાકેદાર શરૂઆતથી સમગ્ર વિસ્તારનું જનજીવન પ્રભાવિત થયું.!

 

તારીખ ૩૧/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવાર ગતમોડી રાતથી મેઘરાજાએ ધમધમાટી બોલાવી છે. જેના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી હતી. મધ્ય ગુજરાતમાં હવામાને ફરીથી કરવટ લીધી છે અને કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં શુક્રવાર ની મોડી રાત્રી એ વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી હતી, જેને કારણે કાલોલ શહેરનું સામાન્ય જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. શુક્રવાર મોડી રાત્રે થી શરૂ થયેલા ધોધમાર વરસાદ શનિવાર બપોર સુધી વરસાદ વરસ્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.જ્યારે ઉપરવાસમાં ભારે કારણે શનિવાર ના મોડી સાંજે ગોમા નદી બે કાંઠે વહેતી થઈ હતી જ્યાં શહેરને જોડતા દોલતપુરા અને ગોળીબાર તરફ જવાના બંને કોઝવે ઉપરથી પાણી વહેતું હોય તે માર્ગ અવરજવર માટે બંધ થઈ ગયા હતાં જોકે બે દિવસથી શરૂ થયેલા વરસાદે શનિવાર મોડી બપોર થતાં વરસાદની ગતિ ધીમી પડી ગઈ હતી જ્યાં પંચમહાલ જીલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ ચાલુ રહ્યો હતો.કાલોલ તાલુકામા પણ વરસાદને કારણે ખેતરો પાણીથી તરબોળ જોના મળ્યા હતા ત્યારે ગોમા નદી પણ સતત આ સીઝનમાં ત્રીજી વખત પાણીથી છલકાઈને બે કાંઠે વહી રહી છે ત્યારે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે.ગુજરાતમા સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે રાજ્યના કેટલાક જીલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે પંચમહાલ જીલ્લામા પણ પાછલા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા વિરામ લીધા બાદ ફરીથી મેઘરાજાએ જાણે કાલોલ તાલુકા ને પાણીથી ભીંજવી નાખવાનુ નક્કી કર્યુ હોય તે રીતે સતત વરસાદ વરસ્યા હતા.કાલોલ પંથકમાં ભારે વરસાદ વરસ્યો હોવાના કારણે અમુક ગ્રામીણ વિસ્તારોના ખેતરોમા પાણીથી જાણે તરબોળ થઈ ગયા હતા.અને પાણી ખેતરોમાં પણ વહેતા જોવા મળ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે ફરી એકવાર તાલુકાના નદી નાળા તળાવોમાં પણ નવા નીરની આવક જોવા મળી હતી.

Back to top button
error: Content is protected !!