થરાદ ખાતે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે આવેદન પત્ર

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
થરાદમાં ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે દેવનાથ બાપુએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનને બનાસકાંઠા ગૌ સંસદ, ગૌભક્તો અને ગૌશાળાના સંચાલકોનું સમર્થન મળ્યું છે.
સમર્થકોએ બળીયા હનુમાન રેલીનું આયોજન કર્યું હતું.
રેલી બે કિલોમીટરથી વધુ લાંબી હતી. રેલી દરમિયાન ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાના નારા લગાવવામાં આવ્યા હતા. ગૌરક્ષકોએ થરાદ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ગુજરાતમાં પહેલેથી જ સંપૂર્ણ ગૌવંશ હત્યા પર પ્રતિબંધ છે. આંદોલનકારીઓએ એક મહત્વનો સંકલ્પ લીધો છે. તેમણે જાહેર કર્યું છે કે જે પક્ષ કે વ્યક્તિ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે આગળ આવશે, તેને જ મત આપશે. આગામી દિવસોમાં જો માંગ નહીં સ્વીકારાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચેતવણી આપી છે. ગૌરક્ષકોએ મુખ્યમંત્રીને આ બાબતે યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી છે.




