કાલોલ તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળામાં સ્વયંશિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

તારીખ ૦૪/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે સ્વયંશિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકનું વિશેષ મહત્વ રહેલું છે. શિક્ષકના વ્યવસાય પ્રત્યે વિદ્યાર્થીઓમાં ગૌરવની લાગણીની અનુભૂતિ થાય તથા વર્ગખંડ શિક્ષણ કાર્યનો પ્રત્યક્ષ અનુભવ શાળા અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓમાં મળી રહે તે ઉદ્દેશથી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં શિક્ષણકાર્ય કરાવવામાં આવ્યું. શાળામાં સ્વચ્છતા-સફાઈ કાર્ય, પ્રાર્થનાસભા, શિક્ષણમાં સ્માર્ટ કલાસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, બાળગીતો, રમતો તેમજ વિષયો અનુસાર શિક્ષણ આપવાનું કાર્ય શાળામાં સ્વયંશિક્ષક બનેલ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું.આ પ્રસંગે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ તેમજ શિક્ષકો દ્વારા સ્વયંશિક્ષકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું.






