ડેડીયાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરીવળતા રાહદારી તેમજ વિદ્યાર્થીઓ ની મુશ્કેલી,

ડેડીયાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરીવળતા રાહદારી તેમજ વિદ્યાર્થીઓ ની મુશ્કેલી,



વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા દેડિયાપાડા
પ્રાપ્ત માહિતી અનુસાર. તા/04/08/25 ના રોજ ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામના રાણી ફળિયામાં ઉપરવાસમાં પાણી પડતું હોવાથી કોતરડામાં પાણી ભરાઈ જવાથી ગ્રામજનો અને બાળકો ને સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે.ગ્રામજનો દ્વારા અનેકવાર ફરિયાદ કરવા છતાં .તંત્ર હજી ઊંઘમાં છે કોતરડા માં પાણી આવી જતા અઠવાડિયે ૧૫ દિવસે ઓસરે છે ત્યારે ગ્રામજનો એ ઘણી મુશ્કેલી વેઠવું પડે છે.
કોતરડા મા નારા નાના અને નીચાણ વાળા નારા હોવાના કારણે પાણી ભરાય રહે છે
બે કોતરડા છે અને એય બન્ને ભેગા થઈ જાય છે એક કોતરડું તો તુટી ગયું છે જ્યાં વચ્ચો વચ મોટો હોલ કે કાણું પડી ગયું છે..ઘણા વર્ષોથી બાળકોને ગ્રામજનો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે અને બાળકોને સ્કૂલે જવા માટે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે બાળકો ને સ્કૂલે લઈ જવા માટે વાલીઓ જીવના જોખમે પોતાના ખભા ઉપર બેસાડીને લઈ જાય છે.બાઈક પણ બીજા ફળિયામાં મા મૂકી ને આવવુ પડે છે
બાઇક પણ પાણીમાં ઉતારી સકાતી નથી ગાય.ભેંસ (પશુને )પણ ચરવા જવાની મુશ્કેલી પડે છે
વધારે પાણી ના કારણે પશુને પણ પાણીમાં ઊતરી શકતા નથી એટલી બધી મુસ્કેલી નો સામનો ગ્રામજનોએ કરવું પડે છે.તંત્રને અનેક વાર જાણ કરવા છતાં તંત્ર હજુ ઊંઘમાં છે શું? હજુ શું તંત્ર શિયાલી ગામ જેવી ઘટના ની રાહ જોઈ રહ્યું છે?? કે પછી પછી યોગ્ય પગલાં લેશે?તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે તે હવે જોવાનું રહ્યું છે.




