ARAVALLIGUJARATMODASA

દાવલી હાઈસ્કુલ માં સ્વયં શિક્ષક દિન ની અનોખી યાદગાર ઉજવણી* 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

*દાવલી હાઈસ્કુલ માં સ્વયં શિક્ષક દિન ની અનોખી યાદગાર ઉજવણી*

ભારતીય વિદ્યા મંદિર દાવલી હાઈસ્કુલ ખાતે ભારતના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિએ સ્વયં શિક્ષક દિનની અનોખી યાદગાર ઉજવણી કરવામાં આવી… આ કાર્યક્રમ શિક્ષકોના સમર્પણને સન્માન આપવા યોજાયો હતો.શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા અદા કરી વર્ગોનું સુંદર સંચાલન કર્યુ હતું.આ અનુભવથી વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય અને જવાબદારીની સમજણ પ્રાપ્ત થઈ હતી.સ્વયં શિક્ષક દિને શિક્ષક તરીકે ફરજ બજાવેલ વિદ્યાર્થીઓએ શાળામાં એક એક વૃક્ષ વાવી ઉછેર કરવાનો સંકલ્પ લીધો.સ્વયં શિક્ષક દિને CRC સરડોઈ કુંદનબેન રાઠોડ ની ઉપસ્થિતિ રહી હતી.શાળાના તમામ શિક્ષકોએ સ્વયં શિક્ષક દિન ને સફળ બનાવવા જહેમત ઉઠાવી અને શાળાના શિક્ષક વિપુલભાઈ પંડ્યા ધ્વારા તમામ બાળકોને ગુણવત્તા સભર ભરપેટ નાસ્તો આપવામાં આવ્યો

Check Also
Close
Back to top button
error: Content is protected !!