
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસાના ફુટા ગામનું તળાવ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ઘુસ્યા, શામળાજી મેશ્વો નદી પરનો કોઝવે અવરજવર માટે બંધ કરાયો
હવામાન વિભાગની આગાહીને પગલે સતત બીજા દિવસે પણ વહેલી સવારથી વરસાદી માહોલ છે. સાથે વરસાદના કારણે ડેમોમાં ભરપૂર આવક થતા પાણી પણ છોડવામાં આવી રહયું છે સાથે ડીપ બ્રીજો પણ પાણીમાં ગરકાવ થઇ રહ્યાં
શામળાજી ખાતે આવેલ મેશ્વો ડેમ સીઝનમાં બેવાર સો ટકા સંપૂર્ણ ભરાઈ ચુક્યો છે જેને લઇ મેશ્વો નદીમ પણ ગાંડીતુર બની છે સાથે પાણી ની આવક થતા શામળાજી હોસ્પિટલ પાસે આવેલ ડીપ બ્રિજ પર નદીના પાણી ફરી વર્યા હતા જેને લઇ સાવચેતી ના ભાગ રૂપે હાલ તંત્ર દ્વારા ડીપ પર અવજવર બંધ કરવામાં આવી
બીજી તરફ મોડાસાના ફુટા ગામનું તળાવ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ઘુસ્યા આજુબાજુ આવેલા ખેતરોમાં પાણી ઘૂસ્યા હતા ભારે પવન સાથે વરસાદના પગલે તળાવો પણ ઉભરાયા છે જેને લઇ ૩૫ વીઘા ખેતરનો મગફળી, સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થયો હતો ખેડૂતોને ખેતરોમાં પાણી ભરાતા વ્યાપક નુકશાન થયું હતું
હાલ અરવલ્લી જિલ્લામાં જળાશયો માં પાણીની ભરપુર આવક જોવા મળી રહી છે જેમાં માજમ ડેમમાં પાણીની આવક થતા ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પાણી છોડવામા આવ્યું હતું સાથે બે દિવસથી વરસી રહેલા વરસાદ થી નદીઓ બે કાંઠે વહી રહી છે પાણીની આવક થતા માજમ નદી ગાંડીતુર બની હતી અને માજમ ડેમની મુખ્ય નદી બે કાંઠે વહેતી થતા ખેતરો પણ પાણી માં ગરકાવ થયા હતા








