KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેરની ગોકુલધામ સોસાયટી ખાતેથી 50 હજાર ની મોટરસાયકલ ની ચોરી થતાં પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ.
તારીખ ૧૦/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત ગોકુલધામ સોસાયટી ખાતે રહેતા દેવરાજસિંહ સુરેશભાઇ ચૌહાણ દ્વારા નોંધાવેલી ફરિયાદની વિગતો અનુસાર દેવરાજસિંહ ના પિતાની માલિકીનું હિરો કંપનીનું સપ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર જીજે-૧૭-સીડી-૯૯૬૪ નું ૨૦૨૧ ના મોડલનું કિ રૂપિયા ૫૦,૦૦૦ ની હેન્ડલ લોક કરી ગોકુલધામ સોસાયટી ખાતે પોતાના ઘર પાસે મુકેલ તેને કોઇ ત્રણ જેટલા અજાણ્યા ઇસમો એકબીજાની મદદગારી કરી ચોરી કરી લઈ જનાર અજાણ્યા ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.