JUNAGADH RURAL

માળીયા હાટીના તાલુકાના ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી

૧ થી ૧૯ વર્ષની વયના તમામ બાળકોને કૃમિનાશક ગોળી આપવામાં આવી

૧ થી ૧૯ વર્ષની વયના તમામ બાળકોને કૃમિનાશક ગોળી આપવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લાના માળીયા હાટીના તાલુકાના તમામ ગામોમાં આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અલ્પેશ સાલ્વી, તાલુકા હેલ્થ ઓફિસર માળિયા ડો. એન.જી.ડાભીના માર્ગદર્શન હેઠળ કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા માળીયા હાટીના તાલુકાના તમામ ગામોના ૧ થી ૧૯ વર્ષની વયના શાળા એ જતા અને ન જતા તમામ બાળકોને શાળા અને આંગણવાડીમાં કૃમિનાશક ગોળી આપવામાં આવી હતી. અને આ તકે જે બાળકો ને કૃમિનાશક ગોળી આપવાની બાકી હોય એ તમામ બાળકો ને આગામી તા. ૧૮/૦૯/૨૦૨૫ મોપ અપ રાઉન્ડ ના દિવસે આ ગોળી આપવામાં આવશે.

Back to top button
error: Content is protected !!