કાલોલ તાલુકા પંચાયતની ૨૪ બેઠકો સહિત અને જીલ્લા પંચાયતની બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ.
તારીખ ૧૨/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા પંચમહાલ જીલ્લા પંચાયત અને જીલ્લાની સાત તાલુકા પંચાયત માટે બેઠકોનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. કાલોલ તાલુકા પંચાયત મા કુલ ૨૪ બેઠકો છે જે પૈકી ૨ બેઠકો શિડ્યુલ કાસ્ટ માટે અનામત રાખવામાં આવી છે અને આ ૨બેઠકો પૈકી ૧ બેઠક સ્ત્રી અનામત રાખવામાં આવી છે જ્યારે શિડ્યુલ ટ્રાઇબ માટે કુલ ૩ બેઠકો અનામત છે જેમાંથી ૧ મહિલા માટે રાખવામાં આવી છે આ ઉપરાંત એસઇબીસી માટે ૬ બેઠકો અનામત આપવામાં આવી જે બેઠકોમાંથી એસઇબીસી ની મહિલાઓ માટે ૪ બેઠકો અનામત છે. એને અન્ય ૧૩ બેઠકો બીન અનામત રાખવામાં આવી છે જે પૈકી ૬ બેઠકો બીન અનામત ની મહિલાઓ માટે રાખવામાં આવી છે. આમ કુલ ૧૨ બેઠકો મહિલાઓ માટે રાખવામાં આવી છે. જીલ્લા પંચાયત ની ૩૮ બેઠકો નુ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમા અડધી બેઠકો અનામત રાખવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના સાત તાલુકા પંચાયત ની કુલ ૧૭૬ બેઠકોનું જાહેરનામું બહાર પાડવામા આવ્યું છે ત્યારે રાજકીય પક્ષો અને ચુંટણી લડવા ઈચ્છુક નેતાઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.