સુરેન્દ્રનગર જિલ્લાના નવા આવેલા એસપીને મહેતા માર્કેટના વેપારીઓ દ્વારા સન્માનિત કરાયા
તા.12/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરમાં જામનગરથી હજુ તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક સંસ્થાઓ દ્વારા તેમને આવકાર્ય અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું ત્યારે સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટના વેપારીઓ દ્વારા પણ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુની મુલાકાત કરી અને તેમને સાલ સાફો સાથે સુરેન્દ્રનગર મહેતા માર્કેટના વેપારીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં ત્યારે સુરેન્દ્રનગર શહેરના ગુજરાત મહેશ્વરી સમાજના પ્રમુખ તેમજ ઓઇલ એસોસિએશનના પ્રમુખ અશોક મામા ભુતડા તેમજ કિરણ ટ્રેડિંગ કંપનીના કિરણભાઈ રાઠી તુલસીભાઈ ભુતડા શંકરભાઈ તેમજ ચેલા રામ હરિયાણા એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ પ્રજાપતિ તેમજ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના મુન્નાભાઈ તેમજ અન્ય વેપારીઓ સન્માન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા સાથે મુલાકાત કરી અને આનંદ વ્યક્ત કરી જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલાનું સન્માન કરી અને વેપારીઓએ સુરેન્દ્રનગર શહેરમાં શાંતિ અને કોમી અખલા અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેવી મુલાકાત દરમિયાન શુભેચ્છાઓ પાઠવી હતી.