ચોટીલા પ્રાંત અધિકારીએ નાની મોરસલ ગામે ભોગાવો નદી ખાતે ગેરકાયદેસર રેતી ખનન અને પરિવહન પર દરોડા પાડયા.
23 ડમ્પર, ટ્રેક્ટર સાથે ટ્રોલી, લોડર અને જેસીબી મશીન સહિત કુલ રૂ.7,22,00,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.13/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
23 ડમ્પર, ટ્રેક્ટર સાથે ટ્રોલી, લોડર અને જેસીબી મશીન સહિત કુલ રૂ.7,22,00,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામે ભોગાવો નદી ખાતે ગેરકાયદેસર રેતી ખનન અને પરિવહન પર સવારે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી.મકવાણાએ દરોડો પાડ્યો હતો આ દરોડામાં કુલ રૂ.૭.૨૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જેમાં ૨૩ ડમ્પર, ટ્રેક્ટર સાથે ટ્રોલી, લોડર અને જેસીબી મશીનોનો સમાવેશ થાય છે આ દરોડાની જાણવા મળતી વિગત નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા દ્વારા ખાનગી વાહનમાં અચાનક નાની મોરસલ ગામે રેડ પાડવામાં આવી હતી આ દરમિયાન ભોગાવો નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે સાદી રેતીનું ખનન થતું હોવાનું માલૂમ પડ્યું હતું આ સ્થળેથી ખનિજનું વહન કરતા અને ખનન કરતા વાહનોને ઝડપી પાડવામાં આવ્યા હતા આ ઓપરેશનમાં કુલ ૨૩ ડમ્પર, ટ્રેક્ટર, લોડર અને જેસીબી મશીનોને જપ્ત કરવામાં આવ્યા હતા આ તમામ વાહનો અને જથ્થાની કુલ કિંમત રૂ.૭,૨૨,૦૦,૦૦૦ નો મુદ્દામાલ આંકવામાં આવી છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ બે વ્યક્તિઓ, ભવાન લખુ શિયાળીયા અને ભરત પી. લીંબાળીયા સામે નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ત્યારે આ ગેરકાયદેસર વોશ પ્લાન્ટ ખનન કરાયેલી રેતીને નાની મોરસલ પ્રાથમિક શાળા અને રામાપીરના મંદિર નજીક આવેલા એક અનધિકૃત વોશ પ્લાન્ટમાં લાવીને વેચાણ કરવામાં આવતું હતું દરોડા દરમિયાન આ વોશ પ્લાન્ટ પણ સીઝ કરવામાં આવ્યો છે તમામ વાહનો અને જપ્ત થયેલો જથ્થો હાલમાં મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવ્યો છે આ કાર્યવાહી ગુજરાત પ્રિવેન્શન ઓફ ઈલલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ ૨૦૧૭ હેઠળ કરવામાં આવી રહી છે.