GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપાએ વોર્ડ નંબર 7માં આનંદ ભવનની સામે સી.સી. રોડનું નિર્માણ કામ શરૂ

તા.13/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સતત પ્રયાસોને આગળ વધારતા, વોર્ડ નંબર 7માં આનંદ ભવનની સામે સ્થિત સી.સી. રોડ સિમેન્ટ કોન્ક્રીટ રોડનું નિર્માણ કામ આજથી શરૂ થયું છે આ કામથી શહેરી વિસ્તારોમાં વાહન અને પગપાળા ચાલનારાઓ માટે વધુ સુરક્ષિત અને ટકાઉ માર્ગો પૂરા પાડવામાં આવશે આ રોડના નિર્માણથી વોર્ડ 7ના રહેવાસીઓને ડ્રેનેજ, વાહન વ્યવહાર અને પાણીના ભરાવાની સમસ્યાઓથી મુક્તિ મળશે આ કામનો અંદાજિત ખર્ચ રૂ.40.00 લાખ છે અને તે 15 દિવસમાં પૂર્ણ થશે મહાનગર પાલિકા દ્વારા શહેરના અન્ય વોર્ડોમાં પણ આવા વિકાસ કાર્યોને ઝડપથી અમલમાં મૂકવામાં આવશે જેથી રહેવાસીઓને આધુનિક સુવિધાઓ મળી શકે.

Back to top button
error: Content is protected !!