કાલોલ ભાજપ દ્વારા પાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાર્યશાળાનું આયોજન.
તારીખ ૧૩/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ને સેવા પખવાડિયા અંતર્ગત કાલોલ તાલુકા ભાજપ અને શહેર ભાજપ દ્વારા એક સહ કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના કાર્યશાળામાં માર્ગદર્શક જીલ્લા સહ ઈનચાર્જ સરદારસિંહ સાથે કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ અને કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ સવીતાબેન રાઠવા,કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા સાથે ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ યોજનાઓના પુર્વ ચેરમેન મીનાક્ષીબેન પંડ્યા, જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રશ્મિકાબેન પટેલ,જીલ્લા ભાજપના પુર્વ પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, કાલોલ તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ સહિત જીલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયત સભ્યો અને નગરપાલિકાના સભ્યો સહિત નગરના સંગઠન સાથે તાલુકાના મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમાં કાર્યશાળામાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને માર્ગદર્શક જીલ્લાના સહ ઈનચાર્જ સરદારસિંહ દ્વારા સંગઠન વિશે સંગઠનની સાચી સમજ આપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ યોજાનાર કાર્યક્રમોની રુપરેખા ત્યાર કરવા આહવાન કર્યું હતું.