વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૩ સપ્ટેમ્બર : આગામી સમયમાં નવલાં નોરતાની શરૂઆત થવા જઇ રહી છે ત્યારે કચ્છનાં માતાનામઢ ખાતે બિરાજમાન “માં આશાપુરા”ના દર્શન માટે આવતા હોય છે. ત્યારે ભક્તોને વિશેષ બસ સેવા મળી રહે તે માટે એસ.ટી વિભાગે અલાયદું આયોજન કર્યું છે.માઈ ભક્તોને ઉત્તમ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા મળી રહે તે માટે જિલ્લા વહીવટીના તંત્ર સાથે સંકલનમાં રહીને GSRTC ભુજ વિભાગ દ્વારા ૧૬૫ બસોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. માતાના મઢ ખાતે વૈકલ્પિક બસ સ્ટેશન અને પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી છે, ભુજ ડેપો ખાતે પણ એક અલાયદું પ્લેટફોર્મ ફાળવવામાં આવેલ છે. જેથી મુસાફરોને સરળતાથી ઉત્તમ વ્યવસ્થા મળી રહે. આમ ભુજ વિભાગ તરફથી માતાના મઢ મેળા માટે જરૂરી વ્યવસ્થા માટે તમામ પ્રયાસો થઈ રહ્યાં છે. જેમાં ભુજ બસ સ્ટેશન ખાતેથી માતાના મઢ – નખત્રાણાથી માતાના મઢ, માંડવીથી માતાના મઢ અને નલિયાથી માતાના મઢ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેજ રીતે માતાના મઢ ખાતેથી પરત આજ સ્થળો માટે જવા માટે પણ બસોની વ્યવસ્થા કરવામાં આવેલી છે વધુમાં ભુજ થી ગાંધીધામ જવા અને આવવા માટે તેમજ જરૂરિયાત જણાયે મુસાફરોની માંગણીને ધ્યાને લઈ બસો પૂરી પાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. એવું વિભાગીય નિયામક એસ.ટી ભુજની અખબાર યાદીમાં જણાવાયું છે.