GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપાએ સ્વચ્છતા તરફ મજબૂત અભિયાન હાથ ધર્યું, રોડ રસ્તાની આજુ બાજુમાંથી કચરાના ઢગલા હટાવી રસ્તા ખુલ્લા કરાયા

તા.14/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સ્વચ્છતા હી સેવા અભિયાનના શુભારંભ પહેલા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની મહત્વાકાંક્ષા સાથે વિશેષ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું આ અભિયાન હેઠળ મુખ્ય રસ્તાઓ પર ભરાયેલા માટીના અને ખાતરના ઢગલાઓને સફળતાપૂર્વક દૂર કરીને રસ્તાઓને વાહનચાલકો અને રહીવાસીઓ માટે ખુલ્લા કરવામાં આવ્યા હતા આ પગલાથી શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકોમાં ખુશીનો વાતાવરણ જોવા મળી રહ્યો છે જે નિર્મળ ગુજરાત ૨.૦” અને “સ્વચ્છ ભારત અભિયાનના ઉદ્દેશ્યોને મજબૂત બનાવે છે આ અભિયાન અંતર્ગત ટીબી હોસ્પિટલથી બહુચર સુધીનો મેઇન રોડ, બટરફ્લાય સ્કૂલ અને શક્તિપરા આવડા સામે રામનગર, ૮૦ ફુટ રોડ પર વીરા હોટલથી વડવાળા હોટલ સુધીનો વિસ્તાર, બસ સ્ટેશનથી ગેબનશાપીર સુધીનો મુખ્ય રોડ, રાજ હોટલથી મિલન સુધીનો રોડ,ખેરાડી ગામ, રતનપર કોઝવે વાળો રોડ તથા મસ્જિદ ચોકથી ધોળી પોળ દરવાજા સુધીના વિસ્તારમાંથી મુખ્ય રસ્તા ઉપર દબાણ કરતા હોય તેવા અંદાજિત ટ્રેક્ટરના ૧૪ ફેરા માટીના ઢગલા અને ૨૮ ફેરા છાણ ખાતરના ઢગલાઓ મળીને માટી, છાણ અને ખાતરના કુલ 42 જેટલાં ઢગલા હટાવી રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી હતી ઐતિહાસિક વિસ્તારોમાં સફાઈથી શહેરની વારસાને નવી ચમક આપી હતી રોજિંદા વ્યવસાયિક કેન્દ્રો, શૈક્ષણિક અને આવાસી વિસ્તારોમાં સ્વચ્છતા વધારીને વિદ્યાર્થીઓ અને પરિવારોને આરામદાયક વાતાવરણ પૂરું પાડવા, પર્યાવરણીય સંતુલન જાળવવા આરંભાયેલી આ કામગીરી થકી સેનિટેશન વિભાગના કર્મીઓએ દિવસ-રાત મહેનત કરીને શહેરને “સ્વચ્છ સુરેન્દ્રનગર” તરફ આગળ વધાર્યું છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકો આ અભિયાનમાં સહભાગી બનવા કચરો ખુલ્લી જગ્યાઓમાં ન ફેકવા, વૃક્ષારોપણમાં ભાગ લેવા તથા સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!