KALOL(Panchamahal)PANCHMAHAL
સોશિયલ મીડિયા સ્ટાર એવોર્ડ-૨૦૨૫ અંતર્ગત ક્રિશ પટેલને પ્રાપ્ત થયું સન્માન..
તારીખ ૧૪/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ પીપલોદ ખાતે ઘનશ્યામ હોટેલમાં આયોજિત “સોશિયલ મીડિયા સ્ટાર એવોર્ડ ૨૦૨૫” અંતર્ગત પંચમહાલ-દાહોદ-મહીસાગરના વિવિધ ક્ષત્રોમાં ઉત્તમ યોગદાન આપતાં તથા સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મમાં અગ્રેસર એવા લોકોના સન્માન અર્થે સામાજિક કાર્યકર એવા નીલ સોની અને સહ આયોજક નીરવ પરમાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષત્રોમાં અગ્રેસર અને સોશિયલ મીડિયામાં કાર્યરત એવા ઉત્સાહી લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં નમો રેસીડેન્સી સ્થિત યુવાન ક્રિશ પટેલને વિવિધ વિભાગો પૈકી સોશિયલ સર્વિસ એન્ડ પોઝિટિવિટી એવોર્ડ વિભાગમાં સન્માન પ્રાપ્ત થયું. એવોર્ડ ફંકશનમાં દેવગઢ બારીયાના રાજમાતા ઉર્વશીબા,વિવિધ ક્ષેત્રોના કલાકારો વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી
.