GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના ઘુસરમા મનરેગા યોજનામાં જે કામો સ્થળ ઉપર કરવામાં આવ્યા નહતા તે કામો રાત્રે જે.સી.બી.મશીન દ્વારા કરાયા વિડિઓ વાયરલ.

 

તારીખ ૧૫/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ઘૂસર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં મનરેગા યોજના હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચારનો ભમરડો ગોળ ગોળ ફરી રહ્યો છે ત્યારે સ્થાનિક જાગૃત નાગરિક કરશનભાઈ નજરૂભાઈ રાઠવાએ પંચમહાલ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અને કાલોલ ના ઈ ટી.ડી.ઓ ને તા.૫/૮/૨૦૨૫ ના રોજ લેખિતમાં આવેદન સાથે ખોટા ખોટા કરેલ કામોની વિગતો સાથે આવેદનપત્ર આપ્યું હતુ ત્યારે આ ભ્રષ્ટાચારને લઈને અનેક અખબારોમાં સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ કાલોલ તાલુકા પંચાયતના ટી.ડી.ઓ દ્વારા સ્થળ તપાસ કરી હતી સૂત્રો અને અરજદાર થી માહિતી મળતા તારીખ.૧૪/૮/૨૦૨૫ ના રોજ કાલોલ તાલુકા પંચાયતના ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ ઉપર જઈને અરજદારને સાથે રાખીને સ્થળ તપાસ કર્યા હોવાનું અને સ્થળ ઉપર કોઈ પણ પ્રકારનું કામ નહીં થયા હોવાનો એહવાલ તૈયાર કરીને ઉપલી કચેરી મોકલી આપ્યા હોવાનું પણ જાણવા મળેલ હતું અને આમ ભ્રષ્ટાચારી બાબુઓમાં ફફડાટ ફેલાય ગયો હતો ત્યારે ભ્રષ્ટાચારી બાબુઓ દ્વારા પોતે કરેલા ભ્રષ્ટાચાર બહાર ના આવે તે માટે સ્થળ ઉપર કપચી નાખીને અરજદાર અને જિલ્લાના વહીવટી તંત્રના આંખમાં ખુલ્લા દિવસે ધુળ ઝાઝખવાનું કામ કરીને ભ્રષ્ટાચારને લીપા પોટી કરી રહ્યા છે ત્યારે મળતી માહિતી મુજબ તારીખ ૧૨/૦૯/૨૦૨૫ ના રોજ ઘૂસર ગામે મનરેગા યોજના હેઠળ સ્થળ ઉપર જે.સી.બી મશીન દ્વારા કપચી ભરીને નાંખવા આવી હતી ત્યારે મનરેગા યોજના ના નીતિ નિયમોના ધજાગરા ઉડાવી ને કામો મશીનરી દ્વારા કરવામાં આવ્યા છે જે કામો સ્થળ ઉપર થયા નોહતા તેમ છતાં તેના લેબરોના રૂપિયા ઉપડ્યા હતા તેની તપાસ આખરે ક્યારે અને કોણ કરશે? અને જે સ્થળ ઉપર અગાઉ કામ નોહતા થયા તે કામો હાલ મશીનરી દ્વારા અને કોઈ પણ લેબરો વગર કોણ કરી રહ્યું છે શું આ કામ કરીને ક્યાંકને ક્યાંક અરજદારને ખોટા સાબિત કરવાના આ નાપાક પ્રયાસો કોણ કરી રહ્યું છે? તેની જિલ્લામાં બેઠેલા અધિકારીઓ તપાસ કરે તો આ ભ્રષ્ટાચારના ભરડામાં લપેટાયેલા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત પણ સામે આવે તેમ છે હવે જોવું રહ્યું આ નળી આંખે દેખાતા ભ્રષ્ટાચારને કોણ ઢાંક પીછોળો કરી રહ્યા છે કોણ અરજદાર ને અને કાલોલ તાલુકા વિકાસ અધિકારીને ખોટા સાબીત કરવા માગે છે હવે જોવું રહ્યું કે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્યાં પ્રકારની કાર્યવાહી આ ભ્રષ્ટાચારી બાબુઓ ઉપર કરવામાં આવશે તે હવે જોવું રહ્યું

Back to top button
error: Content is protected !!