GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે MGS હાઈસ્કુલ પાસેથી હોન્ડા સિટી કારમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો.

 

તારીખ ૧૬/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી કે ક્રિશ્ચિયન પોલીસ સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલીંગમા હતો ત્યારે એમજીએસ હાઈસ્કુલ પાસે વાહન ચેકીંગ દરમ્યાન ગોધરા તરફથી આવતી હોન્ડા સિટી કાર જીજે-૦૬-બીએ-૭૯૦૧ ને ઊભા રહેવા ઈશારો કરતા કાર થોડે દુર જઈને ઊભી રાખી જેમાંથી બે ઈસમો ઉતરીને નાસવા લાગ્યા હતા પોલીસે દોડીને એક ઈસમ ઈમાન બાબુભાઈ બારીયા રે. મંડીસરા ફળીયું ગોવાલી તા. મેઘનગર જી જાંબુવા ને ઝડપી પાડ્યો જેને નાસી છૂટેલા ઈસમ વિષે પૂછતાં વેસતા લાલસિંગભાઈ ભાભોર રે. બાવડીપાલ તાલુકા મેઘનગર જીલ્લા જાંબુવા નો હોવાનું જણાવેલ પોલીસે કારમા તપાસ કરતા કારની પાછલી સીટ પર અને ડિકી ના ભાગમાં પૂઠાંવાળા બોક્સ પાંચ જોવા મળ્યા જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હોય પોલીસ સ્ટેશનમાં લાવી ગણતરી કરતા વિદેશી દારૂના પ્લાસ્ટિકના અને કાચના ક્વાટર નંગ ૨૪૦ જેની કિંમત રૂ ૩૮,૭૮૪/ તથા કારની કિંમત રૂ ૧,૦૦,૦૦૦/ કુલ મળીને રૂ ૧,૩૮,૭૮૪/ નો મુદામાલ કબજે કરી બન્ને ઈસમો સામે પ્રોહી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!