વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૬ સપ્ટેમ્બર : આજ રોજ icds માંડવી-1 સેજો :નાના આસંબીયા માં માન.પ્રોગ્રામ ઓફિસર સાહેબ અને માન.સીડીપીઓ ઝાલા નયનાબા ના માર્ગદર્શન હેઠળ પોષણ માસ અંતર્ગત પોષણ ઉત્સવ ની ઉજવણી શેરડી આંગણવાડી ખાતે કરવામાં આવી તથા પોષણ વાનગી નિદર્શન, રંગોળી કરવામાં આવી. જેમાં આરોગ્ય વિભાગ CHO શ્રી દિવ્યાબેન વાધેલા અને નર્સબેન જીનલબેન સેંગાણી, સેજા ના સુપરવાઈઝર મહેશ્વરી લક્ષ્મીબેન,ગામના સરપંચ હાંસબાઈબેન પરસોતમ,ઉપસરપંચ સંઘાર શિવજીભાઈ,ગામના અગ્રણી વિનેશભાઈ અને બિનાબેન વ્યાસ તેમજ આશાવર્કર ,લાભાર્થી,વડીલો, ઉપસ્થિત રહ્યાં હતાં.THR અને મિલેટ્સ માંથી બનાવેલ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યુ હતું THR ની સમજણ મોનિકા હિરેનભાઇ વાસાણી દ્વારા આપવામાં આવી હતી મિલેટ્સ ની રેખાબેન પટેલ દ્વારા આપવામાં આવી હતી અને શ્રેષ્ઠ વાનગી ઓ બનાવનાર ને 1 થી 3 નંબર આપવામાં આવ્યા તેમજ કિશોરી ને પ્રોત્સાહિત કરવામાં આવી.