GUJARATKUTCHMANDAVI

સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત મેદસ્વિતા ઘટાડવામાં યોગાસન અને પ્રાણાયામ અસરકારક

નિયમિત સૂર્ય નમસ્કાર, ભુજંગાસન, કપાલભાતિ, ભસ્ત્રિકા વગેરે યોગાસન- પ્રાણાયામ કરીને મેદસ્વિતાને હરાવો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૬ સપ્ટેમ્બર : મેદસ્વિતા હ્રદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ઘૂંટણ તથા કમર દર્દ કેન્સર વગેરે ગંભીર બીમારીઓને નોતરે છે, ત્યારે મેદસ્વિતાથી બચવામાં યોગાસનની સાથે પ્રાણાયામ ખૂબ અસરકારક છે. યોગાસનની સાથે પ્રાણાયામનો નિયમિત અભ્યાસ કરવામાં આવે તો મેદસ્વિતાથી મુક્તિ મળવાની સાથે ઘણા ગંભીર રોગોથી પણ બચી શકાશે.ગુજરાત સરકારે પણ લોકો સ્થૂળતા મુક્ત બની સ્વસ્થ જીવનશૈલી અપનાવે તે માટે “સ્વસ્થ ગુજરાત- મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન શરૂ કર્યું છે. જેથી લોકો મેદસ્વિતા ઘટાડવા માટે વધુ સજાગ બને.મેદસ્વિતા ઘટાડવામાં પાંચ યોગાસનમાં પ્રથમ સૂર્ય નમસ્કાર ચરબી ઓગાળવામાં અત્યંત અસરકારક છે, ધનુરાસન કમર અને પેટના ભાગની ચરબી ઓગાળે છે, ભુજંગાસન પાચનતંત્રને મજબૂત બનાવે છે, ઉત્કટાસન થાઈશ અને એબ્ડોમિનલ મસલ્સ મજબૂત કરે છે અને નૌકાસન એબ્સ ટોન કરવા માટે શ્રેષ્ઠ છે.મેદસ્વિતા ઘટાડવામાં પાંચ પ્રાણાયામમાં કપાલભાતિ વજન ઘટાડવા અને ચરબી ઓગાળે છે, નાડી શોધન તનાવ ઘટાડે અને આંતરિક તંત્રને સંતુલિત કરે છે, ભસ્ત્રિકા ઓક્સિજન લેવલ વધારે અને ચરબી ઓગાળે છે, ઉજ્જાઈ પ્રાણાયામ પાચન શક્તિ સુધારે અને માનસિક શાંતિમાં મદદરૂપ થાય છે. ઉપરાંત અનુલોમ વિલોમ મેટાબોલિઝમ સુધારે છે અને ઊર્જા સંતુલિત કરે છે.

મેદસ્વિતા ઘટાડવા માટે યોગાસનની સાથે પ્રાણાયામ કરવામાં આવે તો વિશેષ લાભો પણ મેળવી શકાય છે. આમ, યોગ એ માત્ર ઉપાય નહીં પરંતુ એક ઉપચાર પણ છે.

Back to top button
error: Content is protected !!