કાલોલ ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે”સેવા પખવાડિયા”અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.
તારીખ ૧૭/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના 75 માં જન્મદિવસ નિમિત્તે “સેવા પખવાડિયા” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી ના દીર્ધા આયુષ્ય માટે પાતાળેશ્વર અને ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે આરતી પૂજન બાદ મહાદેવ મંદિર પ્રાંગણમાં એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મધવાસ પાસેના ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાજપના અગ્રણી હોદ્દેદારો દ્વારા મંદિરના ચોગાનમાં સફાઈ કરવામાં આવી.ત્યારબાદ કાલોલ રેફરલ હોસ્પિટલ સી.એસ.સી.સેન્ટર ખાતે સ્વચ્છતા અભિયાન તથા કુપોષણ બાળકોને કીટ નું વિતરણ અને સ્વચ્છતા અંગેના નાટકનું આયોજન કરાયું ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી નું લાઈવ સંબોધન કાર્યક્રમમાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટીસંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ નિહાળ્યું હતું જ્યાં રેફરલ હોસ્પિટલ ખાતેના આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. યોગેશકુમાર પંડ્યા સાથે જીલ્લા ભાજપના પુર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,કાલોલ હેલ્થ ઓફિસર ડોક્ટર મીનેશ દોશી,કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ,ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ યોજનાનાં પુર્વ ચેરમેન મીનાક્ષીબેન પંડ્યા,કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ચેતનાબેન ઠાકોર કાલોલ તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, નગરપાલિકાના પુર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ,તેમજ નગરપાલિકાના પુર્વ પ્રમુખ સૈફાલીબેન ઉપાધ્યાય, નગરપાલિકાના પુર્વ ઉપપ્રમુખ તુષારભાઈ શાહ સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો નગરપાલિકા ના ચૂંટાયેલા સભ્યો જિલ્લા ભાજપના હોદ્દેદારો અને દરેક મોરચાના હોદ્દેદારો સાથે ભારતીય જનતા પાર્ટીની મોટીસંખ્યામાં મહિલા કાર્યક્રતાઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવી વડાપ્રધાન મોદીજીના ૭૫ માં જન્મદિવસની ખુબ સારી ઉજવણી કરવામાં સહભાગી બન્યા હતા.