સુરેન્દ્રનગરના જોરાવરનગર પુસ્તકાલયમાં મનપાનું જનસેવા કેન્દ્ર શરૂ કરાશે.
તા.17/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના 4 ઝોનમાંથી 1 ઝોનની કચેરી જોરાવરનગરમાં પણ બનાવાય તેવી નાગરિકોની લોકમાંગ ઊઠી હતી જેની રજૂઆત બાદ નાયબ દંડક અને ધારાસભ્ય દ્વારા કમિશનર સાથે ચર્ચા કરાતા જોરાવરનગર પુસ્તકાલયમાં મનપાનું જનસેવા કેન્દ્ર શરૂ કરાશે જેનાથી 80 હજારથી વધુ નાગરિકોને જન્મ મરણના દાખલા અને કરવેરા ભરવા સહિત કામો સરળ બનશે સુરેન્દ્રનગર શહેર મહાનગર પાલિકા બન્યા બાદ વહીવટી સરળતા માટે 4 ઝોન પાડવામાં આવ્યા હતા જેમાં દરેક ઝોનમાં દાખલાઓ કઢાવવા અને વેરા ભરવા માટે એક એક કચેરી હોય તે જરૂરી છે જેમાંથી વઢવાણ વિસ્તારમાં ફાયર સ્ટેશન પાસે અને સુરેન્દ્રનગર સ્વિમિંગ પુલ કેમ્પસમાં બંને કચેરી કાર્યરત છે હવે જોરાવરનગર અને રતનપર વિસ્તારના 80 હજારથી વધુ નાગરિકોની સુવિધા અને સરળતા ધ્યાને લેવાય તેવી માંગ હતી આથી જોરાવરનગરના સિનિયર સિટિઝન્સ અને વેપારી મંડળોએ રજૂઆત કરી હતી કે 4 ઝોનમાંથી 1 ઝોનની કચેરી જોરાવરનગરમાં પણ બનાવાય તે ખૂબ જરૂરી છે કેમ કે હાલ જન્મ-મરણના દાખલા અને કરવેરા ભરવા માટે છેક સુરેન્દ્રનગર અથવા વઢવાણ સુધી જવું પડે છે આથી એક ઓફિસ જોરાવરનગરમાં પુસ્તકાલયમાં આવેલ જગ્યાએ બનાવાય તેવી માંગ કરી હતી આ અંગે ઝોનલ ઓફિસ માટે નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા દ્વારા મનપા કમિશનર સાથે વિચાર વિમર્ષ કરીને જોરાવરનગરમાં કચેરી બને તેવી કાર્યવાહી શરૂ કરાશે. જેથી જન્મ મરણના દાખલા, કરવેરા ભરવા સહિતના કામો સરળ બનશે.