GUJARATKUTCHRAPAR

રાપર તાલુકાના વ્રજવાણી-૧ આંગણવાડી કેન્દ્રની સરાહનીય કામગીરી થી કુપોષિત બાળકી જનકના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ

રાપર,તા-૧૭ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લામાં કુપોષણ સામેની લડતને વધુ એક સફળતા મળી છે. આઈ.સી.ડી.એસ રાપર તાલુકાના વ્રજવાણી-૧ આંગણવાડી કેન્દ્રની સરાહનીય કામગીરીથી એક કુપોષિત બાળકીના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર વ્રજવાણી-૧ માં નોંધાયેલ બાળકી જનકનું જન્મ સમયે વજન માત્ર ૧.૭૦૦ કિલો અને ઊંચાઇ ૫૦.૧ સેમી હતી ,આ સ્થિતિના કારણે બાળકીને ગ્રેડ-SAM (તીવ્ર કુપોષણ) તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર ગવરીબેન દ્વારા બાળકી અને તેની માતાની સતત મુલકાત અને માતાને કાંગારું મધર કેર (KMC), સ્તનપાનની સાચી પદ્ધતિ, યોગ્ય પોષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે વિગતવાર સમજણ આપી. તેમજ સીડીપીઓશ્રી કાજલબેન પ્રજાપતિ તથા મુખ્યસેવીકા બહેન જિજ્ઞાબેન દ્વારા ધાત્રી માતાની મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું હતું.

આ પ્રયાસોના પરિણામે જનકના વજન અને ઊંચાઇમાં નોંધપાત્ર સુધારો જોવા મળતા હાલમાં તેનું વજન વધીને ૩.૬૦૦ કિલો અને ઊંચાઇ ૫૬ સેમી થઇ છે. જે કુપોષણ સામેની લડાઈમાં એક મોટી જીત દર્શાવે છે કે, યોગ્ય માર્ગદર્શન, નિયમિત સંભાળ બાળકના સ્વાસ્થ્યમાં મોટો સુધારો લાવી શકે છે.

Back to top button
error: Content is protected !!