GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જલારામ ધામ ખાતે આયોજીત ભાગવત્ સપ્તાહ માં સંતો-મહંતો, લાયન્સ ક્લબ ના હોદેદારો, સર્વે હિન્દુ સંગઠન, વિવિધ સમાજ નાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

MORBI:મોરબી જલારામ ધામ ખાતે આયોજીત ભાગવત્ સપ્તાહ માં સંતો-મહંતો, લાયન્સ ક્લબ ના હોદેદારો, સર્વે હિન્દુ સંગઠન, વિવિધ સમાજ નાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

 

 

સ્વ.કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર (સિમ્કો ગૃપ) તથા વિનોદભાઈ રામજીભાઈ બારા (ખોડીયાર મંડપ) પરિવાર નું વિશેષ સન્માન કરતા જલારામધામ ના અગ્રણીઓ.

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ ધામ ખાતે શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા સર્વપિતૃ મોક્ષાર્થે શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.રત્નેશ્વરીદેવીજી ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરુ આયોજન કરવા માં આવેલ છે ત્યારે ભાગવત્ સપ્તાહ માં પ.પૂ.નાગરાજબાપુ (રામાપીરધામ-જાજાસર), હવેલી ના મુખિયાજી સહીતનાં સંતો-મહંતો ઉપરાંત મોરબી શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ના ટ્રસ્ટી વિનોદભાઈ રામજીભાઈ બારા, લાયન્સ ક્લબ નજરબાગ નાં પૂર્વ પ્રમુખ જયદીપભાઈ બારા, સિમ્કો ગૃપ ના અગ્રણી ઉદ્યોગપતિ-મોરબી જીલ્લા ભાજપ કારોબારી સભ્ય નૈમિષભાઈ પંડિત, સહદેવસિંહભાઈ ઝાલા (પંચાસર), ભુપતભાઈ ચંડીભમર-લોહાણા અગ્રણી, છત્રસિંહજી જાડેજા (મોરબી લાયન્સ-મેઈન), ભગવાનજીભાઈ કાસુન્દ્રા (GK હોટેલ), નિકુંજભાઈ કોટક-લોહાણા સમાજ અગ્રણી તથા એડવોકેટશ્રી, અખિલ ભારતીય વૈષ્ણવ રામાનંદી સાધુ સંપ્રદાય મહાસભા ના ઉપપ્રમુખ-નિવૃત પોલીસ કર્મી ચંદ્રકાંતભાઈ રામાનુજ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના ના પ્રમુખ હસુભાઈ પુજારા, રાષ્ટ્રીય બજરંગ દળ-મોરબી જીલ્લા ના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી. રામાવત, વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયા, મોરબી સર્વ હિન્દુ સંગઠન ના કન્વીનર, વિશ્વ હિન્દુ પરિષદ-મોરબી શહેર અધ્યક્ષ કમલેશભાઈ બોરીચા, વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી પુષ્પરાજસિંહ જાડેજા, કાલીકાપ્લોટ યુવા સંગઠન ના અગ્રણી જગદીશભાઈ રાઠોડ સહીતનાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણ નો લાભ લીધો હતો.


મોરબી જલારામ ધામ ના અગ્રણીઓ દ્વારા લોહાણા સમાજ અગ્રણી સ્વ.કનુભાઈ કેશવજીભાઈ પંડિત (સિમ્કો ગૃપ) પરિવાર તથા ખોડીયાર મંડપ સર્વિસ વાળા વિનોદભાઈ રામજીભાઈ બારા તથા જયદીપભાઈ બારા પરિવાર નું શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં લાઈટ-મંડપ-ડેકોરેશન ની વ્યવસ્થા તેમજ તેમના અનન્ય યોગદાન બદલ વિશેષ સન્માન ઉપરાંત ઉપસ્થિત સંતો-મહંતો તેમજ તમામ અગ્રણીઓનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.

Back to top button
error: Content is protected !!