GUJARATKUTCHMANDAVI

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત અભિયાન અંતર્ગત ગાંધીધામમાં યોગ શિબિર યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી ,તા-૧૮ સપ્ટેમ્બર :  ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ મેદસ્વિતા મુક્ત ગુજરાત શિબિર અંતર્ગત, સિંધિ સમાજના સહયોગથી ઝૂલેલાલ મંદિર ગાંધીધામ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓએ ઉપસ્થિત રહી યોગાભ્યાસ તથા આરોગ્યપ્રદ જીવનશૈલી વિશે જાણકારી મેળવી હતી. આ અવસરે પતંજલિ પરિવાર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય સભ્યો તથા ડૉક્ટર્સ ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં વિવિધ લોકોએ ઉત્સાહભેર જોડાઈને યોગાભ્યાસ કર્યા હતા અને તબીબી માર્ગદર્શન મેળવ્યું હતું.

Back to top button
error: Content is protected !!