GUJARATKUTCHMANDAVI

શેરડી ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન શ્રી શેરડી પ્રા.શાળા નાં યજમાન પદે યોજવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૯ સપ્ટેમ્બર  : માંડવી તાલુકાના શેરડી ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન શ્રી શેરડી પ્રા.શાળા નાં યજમાન પદે યોજવામાં આવ્યું.મહેમાનો નાં હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.શાળા ની દીકરીઓ દ્વારા સુંદર પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું.યજમાન શાળા ના આચાર્યશ્રી ભાણજીભાઈ સંઘાર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામા આવ્યું.

વિશેષ માં ક્લસ્ટર નાં પ્રતિભાશાળી વડીલ શિક્ષક શ્રી ભરત ભાઈ દવે સાહેબ નું સી.આર.સી હિરેન ભાઈ વાસાણી તેમજ વિવિધ શાળા ના આચાર્યશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું.જેમાં કુલ ૫ વિભાગો માં વિવિધ શાળાઓમાંથી બાળ વૈજ્ઞાનિકો એ પોતાની કૃતિ રજુ કરી.આ પ્રસંગે ઉદબોધન માં ભરતભાઈ દવેસાહેબ,ભાણજી ભાઈ,સંદીપસિંહ ,મનસુખ ભાઈ સી.આર.સી હિરેન ભાઈ વાસાણીએ વિજ્ઞાન અને ટેક્નોલોજી નો જીવનમાં શું સિંહ ફાળો છે અને વિજ્ઞાનનું શું મહત્વ છે તેના પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો.નિર્ણાયક તરીકે ડોલી બેન તથા મિતલબેને સેવા આપેલ.ધોરણ ૧થી ૮ ની શાળાઓ એ ભાગ લીધો જેમાં ૧૯ જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી.બપોરે સૌ બાળકો તથા શિક્ષકોએ પાવભાજી આરોગી.વિજેતા બાળકોને શિલ્ડ તેમજ ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકો ને પ્રમાણપત્ર તથા શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા .શેરડી શાળા તથા ક્લસ્ટર ની શાળાઓ માંથી આવેલ શિક્ષક ભાઈઓ તથા બહેનોએ પ્રદર્શન ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

આભારવિધિ પ્રવિણસિંહ દ્વારા કરવામાં આવી.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અનિલભાઈ દ્વારા કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!