ચોટીલાના લાખચોકિયા ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો – ૩૦૦ થી વધુ ખેડૂતોએ લીધો લાભ
તા.19/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના નેજા હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના લાખચોકિયા ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર (BRC) યુનિટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો લાભ ચોટીલા અને થાનગઢ તાલુકાના અંદાજિત ૩૦૦થી વધુ ખેડૂતોએ મેળવ્યો હતો કાર્યક્રમ અધ્યક્ષ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલે વિગતે જણાવ્યું કે, ચોટીલા એક એવો તાલુકો છે જ્યાં અન્ય તાલુકાઓ કરતાં જમીનમાં સરેરાશ ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારે છે આથી, આ વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિનો વિકાસ થવાની ખૂબ જ ઉજ્જવળ સંભાવનાઓ છે તેમણે અન્ય ખેડૂતોને આ કાર્યક્રમમાંથી પ્રેરણા લેવા અને મિશન હેઠળ ક્લસ્ટરોમાં ઝડપથી BRC યુનિટો કાર્યરત કરવા માટે અનુરોધ કર્યો હતો જેથી ખેડૂતોને સરળતાથી ઘન જીવામૃત અને દસપર્ણી અર્ક જેવા બાયો ઇનપુટ સરળતાથી મળી રહે આત્માના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર કલ્યાણભાઈ ભુવાએ પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે માનવ જાતમાં જીવલેણ રોગોનું કારણ ઝેરયુક્ત ખોરાક છે અને તેથી પરિવાર માટે પણ પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર અશ્વિનભાઈએ પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનને તંદુરસ્ત રાખવા અને પર્યાવરણને શુદ્ધ કરવાના ફાયદા સમજાવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આત્માના BTM સંદીપભાઈ વેકરીયા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે નરસિંહભાઈ માલકીયા, ચંદુભાઈ, દીપકભાઈ, ઝીણાભાઈ, જયંતીભાઈ, પ્રશાંતભાઈ, જશુબેન, જયસુખભાઈ અને આત્મા તથા બોર્ડના સમગ્ર સ્ટાફ દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી હતી.