કાલોલ નગરપાલિકા દ્વારા“સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની ઉજવણી અંતર્ગત યોગ શિબિરનું આયોજન.
તારીખ ૧૯/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ભારત સરકાર દ્વારા રજી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે “સ્વચ્છતા હી સેવા ૨૦૨૫” ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનાં ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ ૧૭ મી સપ્ટેમ્બર ૨૦૨૫ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી થી તારીખ ૨ ઓક્ટોબર, ૨૦૨૫ ગાંધીજીની જન્મ જયંતિ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની ઉજવણી લઈ કાલોલ નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત વિવિધ કાર્યક્રમો જેમ કે, સામાન્ય સફાઈની કામગીરી અંતર્ગત તમામ રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ, બાગ-બગીચાઓ, ફૂટપાથ તેમજ હાઇવે, ધાર્મિક અને પ્રવાસન સ્થળો નદી, તળાવો, સર્કલ, પ્રતિમાઓ, સરકારી કચેરીઓ, શહેરના એન્ટ્રી પોઈન્ટ વિગેરેની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની ઉજવણી અંતર્ગત આજરોજ યોગ શિબિરનું આયોજન કાલોલ હાઉસિંગ સોસાયટીના સુવર્ણ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ તેમજ કાલોલ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કલ્પેશભાઇ પારેખ,નગરપાલિકાના પુર્વ પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય,કાલોલ નગરપાલિકાના આરોગ્ય સ્ટાફ સાથે તમામ કર્મચારીગણ યોગ શિબિરમાં જોડાયા હતા.