GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ કુમાર શાળા ખાતે શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.
તારીખ ૧૯/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કુમાર શાળા ખાતે શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ ગયું હતું.જેમાં સરકાર ના નવા અભિગમ મુજબ શાળા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજી બાળકોને ગણિત અને વિજ્ઞાનના વિવિધ આયામો સાથે અનુબંધ બાંધવા માટેના પ્રયાસને અનુરૂપ કાલોલ કુમાર શાળામાં ધોરણ પાંચ થી આઠ ના બાળકો હોય સહર્ષ પોતે બનાવેલી કૃતિઓ તેમજ તેમના અભ્યાસક્રમના આવતા વિવિધ પ્રયોગોનો નિદર્શન ગોઠવ્યુ હતું જેના દ્વારા બાળકોને કુતુહલ વૃત્તિ અને જિજ્ઞાસાવૃત્તિ સંતોષી શકાય.તમામ બાળકોએ સહર્ષ ભાગ લીધો અને નાના ભૂલકાઓ એ પણ તમામ કૃતિઓ નિહાળી ગદગતિ થઈ ગયા. ગણિત વિજ્ઞાનના શિક્ષક હિમાની બેન દ્વારા બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.