વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૯ સપ્ટેમ્બર : કચ્છમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી હેઠળ કાર્યરત District Hub for Empowerment of Women – Kutch દ્વારા જાતિગત સમાનતાને અનુલક્ષીને કન્યા કેળવણી, શિક્ષણને પ્રોત્સાહન, લિંગભેદ આધારિત ભેદભાવ, કાયદાકીય અધિકારો, આરોગ્ય, પોષણ, બાળલગ્ન, મહિલાઓ વિરુદ્ધ થતી ઘરેલું હિંસા, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણીની બાબતો અંતર્ગત “ખાસ જાગૃતિ અભિયાન”ના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતાં.
જે અંતર્ગત મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવેના માર્ગદર્શન હેઠળ ભુજ, ગાંધીધામ અને નખત્રાણા તાલુકાની પ્રાથમિક શાળાઓ, હાઇસ્કૂલ, આંગણવાડી ખાતે “ખાસ જાગૃતિ અભિયાન” ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જેમાં સેફ ટચ અનસેફ ટચ, કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ – ૨૦૧૩, જાતિગત ભેદભાવ, આરોગ્ય, પોક્સો એક્ટ, ન્યુટ્રીશન, મહિલાલક્ષી કાયદાકીય જાગૃતતા તેમજ મહિલા સશક્તિકરણ વિશે માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ અભિયાનનું આયોજન ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટના મિશન કો – ઓર્ડીનેટર શ્રી ફોરમબેન વ્યાસ, પૂજાબેન પરમાર, ક્રિષ્નાબેન ભુડિયા, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક શ્રી ભાવનાબેન ગરવલિયા,પારૂલબેન ડામોર અને વર્ષાબેન બાંભનીયા દ્વારા કરવામાં આવ્યું હતું.