BHACHAUGUJARATKUTCH

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મનફરા ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર”પખવાડિયાની ઉજવણી અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ ,તા-૨૦ સપ્ટેમ્બર : ભચાઉ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મનફરા ખાતે તાલુકા હેલ્થ ઓફીસર ડો.નારાયણ સિંઘના માર્ગદર્શન અંતર્ગત “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન ઉજવણી અંતર્ગત આજરોજ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પમાં કુલ ૯૪ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.આ કેમ્પ દરમિયાન ભચાઉ સ્ત્રી રોગ નિષ્ણાત ડો.પાર્થ ભટ્ટની ઉપસ્થિતિમાં ૩૧ સગર્ભા માતાઓની ANC તપાસ કરવામાં આવી હતી. દાંત રોગનિષ્ણાત ડો.નિલેષ ગાડીયા દ્વારા ૨૮ લાભાર્થીઓની તપાસ સાથે ટીબી સ્ક્રીનિંગ , NCD, મેલેરિયા, ડેન્ગ્યુ, લેપ્રિસી, મહિલાઓ માટે બ્રેસ્ટ સ્ક્રીનિંગ અને માર્ગદર્શન મેડિકલ ઓફીસર ડો.દર્શન પટેલ, ડો.વિભૂતિ કોટડીયા દ્વારા આપવામાં આવ્યું હતું. લાભાર્થીઓને સરકારના વિવિધ યોજના તેમજ આરોગ્ય કાર્યક્રમો અંગે તાલુકા હેલ્થ સુપરવાઈઝર દિપક દરજી દ્વારા માહિતી આપવામાં આવી હતી. કેમ્પમાં કિશોરીઓ માટે એડોલેશન હેલ્થ ચેકઅપ, વજન, ઉંચાઈ, HB તપાસ, માસિક સ્વચ્છતા, BMI તેમજ ૫૧ કિશોરીઓનું કાઉન્સેલર દિશા સુથાર દ્વારા આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન મહિલાઓમાં પોષણ, સાફસફાઈ, માતૃત્વ, આરોગ્ય અને સમયસર ચકાસણી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા સુપરવાઈઝર સૂર્યકાન્ત પરીખ, મિનાક્ષી સોલંકી, સી.એચ.ઓ. દિવ્યા સોલંકી, નેહલ બારીયા, જયા ડામોર, અલ્પા પરમાર, આરોગ્ય કાર્યકર ભરત ઢીલા, કરુણા ગુંસાઈ, ખુશાલ સોની તથા સમગ્ર સ્ટાફ અને આશા બહેનોએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!