GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લખધીરપુર રોડ પર પીનોરાઝ સિરામિક નજીક ટ્રક પલટી મારી ગયો

 

MORBI:મોરબીના લખધીરપુર રોડ પર પીનોરાઝ સિરામિક નજીક ટ્રક પલટી મારી ગયો

 

મોરબીના લખધીરપુર રોડ પર રોડની કામગીરીને પગલે જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા રોડ વનવે અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જોકે જાહેરનામું બહાર પાડી દીધા પછી તેની અમલવારી થાય છે કે નહિ તે જોનાર કોઈ નથી જેને પગલે ટ્રાફિક સમસ્યા જોવા મળી રહી છે આજે સાંજે લખધીરપુર રોડ પર એક ટ્રક પલટી મારી ગયો હતો

મોરબીના સિરામિક ઝોન એવા લખધીરપુર રોડ પર રોડની કામગીરીને કારણે ટ્રાફિક સમસ્યા જોવા મળી રહી છે આજે સાંજે લખધીરપુર રોડપ ર પીનોરાઝ સિરામિક નજીક ટ્રક રોડથી નીચે ઉતરી ગયો હતો અને ગટરના નાલામાં ખાબક્યો હતો સદનસીબે કોઈ જાનહાની થઇ નથી પરંતુ જાહેરનામાંની અમલવારી થતી ના હોવાથી સર્જાતી ટ્રાફિક સમસ્યાને પગલે સિરામિક ઉદ્યોગપતિઓ અને હજારો નોકરિયાતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે

Back to top button
error: Content is protected !!