BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના અનેક ગામમાં અતિભારે વરસાદથી ખેતી પાકો માં નુકશાન થતાં પાકનિષ્ફળઅંગે ધારાસભ્યએ પત્ર લખ્યો.

કાંકરેજ તાલુકાના અનેક ગામમાં અતિભારે વરસાદથી ખેતી પાકો માં નુકશાન થતાં પાકનિષ્ફળઅંગે ધારાસભ્યએ પત્ર લખ્યો.

કાંકરેજ તાલુકાના અનેક ગામમાં અતિભારે વરસાદથી ખેતી પાકો માં નુકશાન થતાં પાકનિષ્ફળઅંગે ધારાસભ્યએ પત્ર લખ્યો.

કાંકરેજ તાલુકાના વરસડા,નવલ, રૂવેલ,જુનારૂવેલ, શીરવાડા,તેરવાડા,માંડલા,નસરતપુરા, ફતેપુરા, કાશીપુરા સહીતના ગામોમાં ખેડૂતો દ્વારા અડદ,મગ,કપાસ, જુવાર,એરંડા,તલ,બાજરી વગેરે પાકોની વાવણી કરેલ હતી.પરંતુ ૬,૭,૮,૯ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન પડેલ અતિભારે વરસાદ પડવાના કારણે ઉપરોક્ત તમામ ગામોનાં ખેતરોમાં ૨ ફૂટ થી પણ વધુ પાણી ભરાઈ જવાથી ખેડૂતોનો તમામ પાક બળી ગયેલ છે.અને ખેડૂતોને મોટા પ્રમાણમાં આર્થિક નુકશાન થતા કાંકરેજ તાલુકાના કોંગ્રેસ સમિતિના પુર્વપ્રમુખ હેમુભાઈ જોષી, સામાજિક આગેવાન શંકરજી ઠાકોર,પરબતજી ઠાકોર, ચૌધરી સમાજ યુવા આગેવાન દિનેશ ચૌધરી,ડેપ્યુટી સરપંચ ગોવિંદગીરી ગૌસ્વામીએ કાંકરેજ ધારાસભ્ય અમૃત ઠાકોરને રજૂઆત કરતા ધારાસભ્યએ આજ રોજ તા. ૨૧/૦૯/૨૦૨૫ ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી રાઘવજીભાઈ પટેલ ને પત્ર દ્વારા માંગણી માંગણી કરવામાં આવી છે કે, મારી આપ સાહેબશ્રીને વિનતી છે કે મારા મતવિસ્તારનાં છેવાડા ના ગામોનો તાત્કાલિક ધોરણે તટસ્થ સર્વે કરાવી.ખેડૂતોને યોગ્ય સહાય આપવા આવે તો જ ખેડૂત આર્થિક પરિસ્થિતિ સામનો કરી શકે તેમ છે.જેથી અસરગ્રસ્ત ગામોમાં વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેવી અંગત ભલામણ છે.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!