BHARUCHBHARUCH CITY / TALUKO
ભરૂચ આશા કર્મચારી સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈ તંત્રને આવેદનપત્ર
સમીર પટેલ, ભરૂચ
ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ભરૂચ દ્વારા આજરોજ જિલ્લા પંચાયતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી આશાબહેનો અને આશા ફેસેલીટર બહેનોને કાર્ય કરે છે. હવે કેન્દ્ર સરકારનો ઓનલાઈન પ્રોજેકટ આવ્યો છે ટેકો પ્લસ માં બધી કામગીરી ઓનલાઈન કરવાની આવે છે, તો બધા આશાબહેનો કે આશા ફેસેલીટર બહેનોની પરીસ્થિતી સરખીના હોય એમની પાસે સારા મોબાઈલ પણ ન હોય તો એ બહેનો આ ઓનલાઈન કામગીરી કઈરીતે કરી શકે માટે બહેનોને સારા મોબાઈલ અને ટ્રેનીંગ અપાવવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ લધુતમ વેતન ફિકસ પગાર કરી આશા બહેનો અને આશા ફેસેલીટર નો વર્ગ-૪ માં સમાવેશ કરે એવી માંગ કરવામાં આવી છે.