પંચમહાલ-મહીસાગર જિલ્લાના સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરા જતા ભીમ સૈનિકો માટે અલ્પાહારની કરાયેલી વ્યવસ્થા.
તારીખ ૨૪/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ડૉ.આંબેડકર સ્મરણાંજલિ સમિતિ કાલોલ ના ઉપક્રમે આજરોજ 23મી સપ્ટેમ્બર સંકલ્પ દિન નિમિત્તે વડોદરા કાર્યક્રમ માં જનાર પંચમહાલ,મહીસાગર જિલ્લાના તમામ ભીમ મિત્રો માટે કાલોલ ખાતે મામલતદાર કચેરી ની પાસે આવેલ બાબા સાહેબ ની પ્રતિમા ને બન્ને જિલ્લા માંથી આવેલ લક્ઝરી બસો દ્વારા ભીમ સૈનિકો દ્વારા ફુલહાર અર્પણ કરવામાં આવેલ તથા બાબા સાહેબના સંકલ્પને સાર્થક કરવા સંકલ્પ લેવામાં આવેલ બાબા સાહેબ ના સુત્રો પોકારવામાં આવ્યા હતા. ત્યારબાદ કાલોલ બોરું ટર્નિંગ સ્થિત અને લુણાવાડા તાલુકાના શામણા ગામના રહીશ વિનોદકુમાર જેઠાભાઇ અમીન દ્વારા એમના નિવાસસ્થાને કાલોલ ખાતે તમામ ભીમ મિત્રો માટે વિસામા સ્વરૂપે ચા-નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવેલ આ કાર્યક્રમ માં આગવું આયોજન સુનિલભાઈ મકવાણા દ્વારા કરેલ છે.આ પ્રસંગે વિનોદભાઈ અમીન નો પરિવાર તથા કાલોલ ના ભીમ સૈનિકો કનુભાઈ ડાભી કાતોલ જગદીશભાઈ મધવાસ ,રમેશભાઈ પરમાર કનુભાઈ ભિલોળ કાલોલ ના ઓ એ ખુબજ સુંદર આયોજન કર્યું હતું. ચા-નાસ્તા ના આયોજન બદલ વિનોદકુમાર અમીન નો દિલ થી આભાર વ્યક્ત કર્યો હતો.