GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર એમ.પી. શાહ ગ્રાઉન્ડ ખાતે રૂ.14.12 કરોડના ખર્ચે આર્ટ્સ કોલેજનું નિર્માણકાર્ય પુરજોશમાં

તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રના માળખાને વધુ સુદૃઢ અને આધુનિક બનાવવા માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે રાજ્યમાં યુવાનોને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સરળતાથી મળી રહે તે હેતુથી નવીન શૈક્ષણિક સંસ્થાઓના ભવનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ જ શ્રૃંખલાના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ માળખાને મજબૂત કરવા માટે આર્ટ્સ કોલેજનો પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે સુરેન્દ્રનગર ખાતેના એમ.પી. શાહ ગ્રાઉન્ડ ખાતે અત્યાધુનિક આર્ટ્સ કોલેજનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે રૂ. ૧૪.૧૨ કરોડના ખર્ચે અદ્યતન કોલેજ ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે નવીન આર્ટ્સ કોલેજના નિર્માણ થકી સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ઉત્તમ માળખાગત સુવિધાઓ પ્રાપ્ત થશે.

Back to top button
error: Content is protected !!