GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ નગરપાલિકા દ્વારા“સ્વચ્છતા હી સેવા અંતર્ગત “એક દિવસ એક કલાક એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન કરવામાં આવ્યું.
તારીખ ૨૫/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની ઉજવણી સ્વચ્છોત્સવ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૨૫/૦૯/૨૦૨૫ ના રોજ”એક દિવસ એક કલાક એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ, પાલિકાના પૂર્વ પ્રમુખ કમલેશભાઇ પંચાલ અને પુર્વ ઉપપ્રમુખ તુષારભાઇ શાહ,નગરપાલિકાના સભ્યો તેમજ કાલોલ નગરપાલિકાના આરોગ્ય સ્ટાફ સાથે તમામ કર્મચારીગણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.