GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
સ્વચ્છોત્સવ અંતર્ગત ટીંબાગામ પ્રાથમિક શાળામાં એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો.
તારીખ ૨૬/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સમગ્ર ગુજરાતમાં સ્વચ્છોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે.આ કાર્યક્રમ અંતર્ગત એક પેડ માં કે નામ શાળા કક્ષાએ વૃક્ષારોપણ માટે ઝુંબેશ ચાલી રહી છે. આપણા માનનીય વડાપ્રધાન દ્રારા માતા પ્રત્યે પ્રેમ, આદર અને સન્માનના પ્રતીક સ્વરૂપે તેમજ પર્યાવરણ અને પ્રકૃતિ ની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગ ના પડકારોનો સામનો કરવા ” એક પેડ માં કે નામ ” અભિયાન દેશભર માં શરુ થયું છે ત્યારે પંચમહાલ જિલ્લા ની ગોધરા તાલુકાની ટીંબાગામ પ્રાથમિક શાળામાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના માતા ને એક છોડ અર્પણ કરી સ્વચ્છોત્સવ દિન ની ઉજવણી કરવામાં આવી હતી આ ઉપરાંત સ્વછતા શપથ, હેન્ડ વોશ ડે, સ્વછતા સુત્રોચાર અને સ્વછતા ને લગતા ચિત્રો દોરવામાં આવ્યા હતા. આમ સ્વચ્છોત્સવ 2025 અંતર્ગત ડે ટુ ડે પ્રવૃતિઓ કરી ઉજવણી કરવામાં આવે છે.