સ્વરછતા હિ સેવા 2025 અંતર્ગત નખત્રાણા તાલુકાના રવાપર ગામે તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ ની ઉપસ્થિતિમાં મહા શ્રમદાન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૨૬ સપ્ટેમ્બર : ઉલ્લેખનીય છે આપણા માન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ દ્રારા “સ્વચ્છતા હી સેવા” 2014 માં શરૂઆત કરવામાં આવેલ અને (સ્વચ્છતા એક રાષ્ટ્રીય અભિયાન છે જેનું મુખ્ય લક્ષ્ય સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃતિ લાવવું અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના ઊભી કરવી આ અભિયાન અંતર્ગત લોકોને સમજાવુ જોઈએ કે સ્વચ્છતા માત્ર સરકારની નહિ પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે.સ્વચ્છતા દ્વારા સ્વાસ્થ્ય સુધરે છે અને રોગો ઓછા થાય છે.ગામ, શહેર, શાળા, રસ્તા અને જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવી એ જ સાચી સેવા છે. સ્વરછતા ની સાથે પર્યાવરણ ની જાળવણી થાય તે માટે વૃક્ષારોપણ કરવામાં આવેલ.કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાવનાબેન રાજેશભાઇ પટેલ ભાજપ મહામંત્રી ગુલામભાઈ એટીવીટી સભ્યશ્રી દિનેશભાઈ, સરપંચ શ્રી પરેશભાઈ સામાજિક અગ્રણી અશ્વિનભાઈ atdoશ્રી ડી .ડી. સાગર, IEC કન્સલન્ટ જીતેન્દ્ર ભીલ ક્લસ્ટર કોઓર્ડીનેટર અશ્વિન ગરવા, મજીદભાઈ તેમજ ગામના તલાટી તેમજ આંગણવાડી ની બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહીને મહાશ્રમદાન અને વૃક્ષારોપણ કરવામાં આવેલ.સ્વચ્છતા કરવી એ જ દેશની સાચી સેવા છે.