ધાંગધ્રા તાલુકાના રાજ સીતાપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ૧૦૦થી વધુ સભાસદોએ નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
તા.27/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા તાલુકાની રાજ સીતાપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના ૧૦૦થી વધુ સભાસદોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખ્યા હતાં આ પોસ્ટકાર્ડ ઝુંબેશ દ્વારા, સભાસદોએ માનનીય પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ સહકાર મંત્રાલયની સ્થાપના, સહકાર ક્ષેત્રમાં નવીન પહેલો, GST સુધારાઓ તેમજ સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી આ અવસરે, મંડળીના સભાસદોએ એકસુરે પોસ્ટકાર્ડ લખીને માનનીય પ્રધાનમંત્રીને તેમના સહકાર ક્ષેત્રના વિકાસ માટેના પ્રયાસો અને ખેડૂતો તથા પશુપાલકોના કલ્યાણ માટેના અથાગ પ્રયત્નો બદલ આભાર માન્યો હતો સભા સદોએ પોસ્ટકાર્ડમાં નોંધ્યું હતું કે, સહકાર મંત્રાલયની સ્થાપનાથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી મળી છે વળી, GST સુધારાઓએ વેપાર અને ઉદ્યોગોને વધુ સરળ અને પારદર્શી બનાવ્યા છે આ ઉપરાંત, સ્વદેશી ચળવળે ગામડાઓમાં સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે રાજ સીતાપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સભાસદોએ આ પોસ્ટકાર્ડ ઝુંબેશ દ્વારા માનનીય પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વ અને રાષ્ટ્રના ગ્રામીણ વિકાસ માટેના સતત પ્રયાસોની સરાહના કરી છે સભાસદોએ આશા વ્યક્ત કરી કે આવા પ્રયાસો ભવિષ્યમાં પણ ગ્રામીણ ભારતને સશક્ત અને સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ થશે.