અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
દાવલી હાઈસ્કુલ મોડાસા તાલુકા વિજ્ઞાન–ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં ઝળકી
જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અરવલ્લી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અરવલ્લી તથા શાળા વિકાસ સંકુલ મોડાસાના સંયુક્ત ઉપક્રમે આયોજિત મોડાસા તાલુકાનો વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન શીણાવાડ હાઈસ્કુલ ખાતે યોજાયો જેમાં વિભાગ 5 ટકાઉ ખેતીમાં ભારતીય વિદ્યા મંદિર દાવલી હાઈસ્કૂલની સંકલિત ખેતી કૃતિને તૃતીય નંબર પ્રાપ્ત થવા બદલ શાળાના આચાર્ય તથા શામળાજી પ્રદેશ કેળવણી મંડળના મંત્રી તેમજ ગ્રામજનોએ બાળ વૈજ્ઞાનિકોને તૈયાર કરનાર શાળાના શિક્ષક અને માર્ગદર્શક મેહુલભાઈ સુવેરા તેમજ શાળાની વિદ્યાર્થીની પાયલ વણઝારા અને પૂજા વણઝારાને અભિનંદન પાઠવ્યા હતા…