GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ સી.બી.ગર્લ્સ હાઇસ્કુલે જિલ્લાનું સંકુલ કક્ષાનું 22 મું ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું.
તારીખ ૨૮/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાનું સંકુલ કક્ષાનું 22 મું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન એકલવ્ય મોડેલ સ્કૂલ વેજલપુર ખાતે તારીખ 26/09/2025 ના રોજ યોજાયું હતું.જેમાં કાલોલ શહેરની શ્રીમતી સી. બી.ગર્લ્સ હાઇસ્કુલે વિભાગ ૨-કચરાનું વ્યવસ્થાપનમાં પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય એન પી. પટેલ દ્વારા કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીનીઓ ચૌહાણ ધ્રુવી એ. અને જાદવ મહેશ્વરી એસ.તથા માર્ગદર્શક શિક્ષક રૂપલબેન શાહને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.